Mark 13:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે નકલી ખ્રિસ્તો તથા જૂઠાં પ્રબોધકો ઊઠશે; તેઓ ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો કરી દેખાડશે, એ માટે કે, જો બની શકે તો, તેઓ પસંદ કરેલાઓને પણ છેતરે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, જુઠ્ઠા મસીહો અને જુઠ્ઠા સંદેશવાહકો પ્રગટ થશે. બની શકે તો ઈશ્વરના પસંદ કરેલા લોકોને છેતરવા માટે તેઓ ચિહ્નો અને અદ્ભુત કામો કરશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે જૂઠા ખ્રિસ્તો તથા જૂઠા પ્રબોધકો ઊઠશે; અને ચમત્કારો તથા અદભૂત કામો કરી બતાવશે, એ માટે કે, જો બની શકે તો, તેઓ પસંદ કરેલાઓને પણ ભુલાવામાં નાખે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જૂઠા ખ્રિસ્તો અને જૂઠા પ્રબોધકો આવશે અને મહાન કામો અને અદભૂત ચમત્કારો કરશે. તેઓ આ કામો દેવે પસંદ કરેલા લોકો આગળ કરશે, જો શક્ય હશે તો તેઓ આ કામો કરીને તેના લોકોને છેતરવાનો પ્રયત્ન કરશે.