Mark 15:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સવાર થઈ કે તરત મુખ્ય યાજકોએ, વડીલો, શાસ્ત્રીઓ તથા આખી ન્યાયસભાએ સાથે મળીને કાવતરું રચ્યું. પછી તેઓ ઈસુને બાંધીને લઈ ગયા અને પિલાતને સોંપી દીધાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વહેલી સવારે મુખ્ય યજ્ઞકારો, આગેવાનો, નિયમશાસ્ત્રના શિક્ષકો અને ન્યાયસભાના બાકીના સભ્યો ઉતાવળે મળ્યા અને તેમની યોજના ઘડી કાઢી. તેઓ ઈસુને સાંકળે બાંધી લઈ ગયા અને તેમને પિલાતને સોંપી દીધા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સવાર થઈ કે તરત મુખ્ય યાજકોએ વડીલો, શાસ્ત્રીઓ તથા આખી ન્યાયસભા સાથે મળીને યોજના કરી, ને ઈસુને બાંધીને, લઈ ગયા, ને પિલાતના હાથમાં સોંપી દીધા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વહેલી સવારમાં મુખ્ય યાજકો, વડીલ યહૂદી આગેવાનો, શાસ્ત્રીઓ અને યહૂદિઓની આખી ન્યાયસભાએ ઈસુનું શું કરવું તે અંગે નિર્ણય કર્યો. તેઓએ ઈસુને પિલાતને સોંપ્યો.