Mark 15:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમની મશ્કરી કરી રહ્યા પછી તેઓએ તેમના અંગ પરથી જાંબુડિયો ઝભ્ભો ઉતારી લીધો અને તેમના પોતાનાં વસ્ત્રો તેમને પહેરાવ્યાં; પછી વધસ્તંભે જડવા સારુ તેમને લઈ જવામાં આવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ તેમની મશ્કરી કરી રહ્યા પછી તેમણે જાંબલી ઝભ્ભો ઉતારી લઈ તેમનાં પોતાનાં કપડાં પાછાં પહેરાવ્યાં. પછી તેઓ તેમને ક્રૂસે જડવા માટે બહાર લઈ ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમની મશ્કરી કરી રહ્યા પછી તેઓએ તેમના પરથી જાંબુડિયો ઝભ્ભો ઉતારી લીધો, ને તેમનાં પોતાનાં વસ્ત્રો તેમને પહેરાવીને તેમને વધસ્તંભે જડવા માટે લઈ ગયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓએ ઈસુનાં ઠઠ્ઠા કરી રહ્યાં પછી તે સૈનિકોએ જાંબલી રંગનો ઝભ્ભો ઉતારીને તેને તેનાં કપડાં ફરીથી પહેરાવ્યા. પછી તેઓ ઈસુને મહેલમાંથી બહાર કાઢીને વધસ્તંભ પર મારી નાખવા માટે લઈ ગયા.