Mark 15:32 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલના રાજા, ખ્રિસ્ત, હમણાં જ વધસ્તંભ પરથી ઊતરી આવ, કે અમે જોઈને વિશ્વાસ કરીએ.' વળી જેઓ ઈસુની સાથે વધસ્તંભે જડાયેલા હતા તેઓએ પણ તેમની નિંદા કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલના રાજા મસીહને આપણે અત્યારે ક્રૂસ પરથી ઊતરી આવતો જોઈએ, એટલે આપણે તેના પર વિશ્વાસ કરીશું!” તેમની સાથે ક્રૂસે જડવામાં આવેલા લૂંટારાઓએ પણ તેમની નિંદા કરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઇઝરાયલનો રાજા, ખ્રિસ્ત, હમણાં વધસ્તંભ પરથી ઊતરી આવે કે, અમે જોઈને વિશ્વાસ કરીએ.” વળી જેઓ તેમની સાથે વધસ્તંભે જડાયેલા હતા તેઓએ પણ તેમની નિંદા કરી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો તે ખરેખર ખ્રિસ્ત ઇસ્ત્રાએલનો રાજા (યહૂદિઓ) હોય તો પછી તેણે હમણાં વધસ્તંભ પરથી નીચે આવીને તેની જાતને બચાવવી જોઈએ. આપણે આ જોઈશું અને પછી અમે તેનામાં વિશ્વાસ મૂકીશું,” તે લૂંટારાઓ કે જેઓને ઈસુની બાજુમાં વધસ્તંભ પર મારી નાખવાના હતા, તેઓએ પણ તેની નિંદા કરી.