Mark 15:36 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એક માણસે દોડીને સિરકામાં પલાળેલી વાદળી લાકડાની ટોચે બાંધીને તેમને ચૂસવા આપીને કહ્યું કે, 'રહેવા દો, આપણે જોઈએ કે, એલિયા તેને ઉતારવાને આવે છે કે નહિ?'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એક જણ વાદળી લઈ દોડયો ને તેને સરક્માં બોળીને લાકડીને એક છેડે ચોંટાડીને ઈસુને ચૂસવા આપીને કહ્યું, “જોઈએ તો ખરા, એલિયા તેને ક્રૂસ પરથી ઉતારવા આવે છે કે નહિ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે એક માણસે દોડીને સરકાથી વાદળી ભરી, ને લાકડીને ટોચે બાંધીને તેમને ચૂસવા આપીને કહ્યું, “રહેવા દો; આપણે જોઈએ કે એલિયા તેને ઉતારવાને આવે છે કે નહિ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એક માણસ ત્યાં દોડ્યો અને વાદળી લીધી. તે માણસે વાદળીને સરકાથી ભરી અને વાદળીને લાકડીએ બાંધી. પછી ઈસુને તેમાંથી પાણી પીવા તે વાદળી આપવા તેણે લાકડીનો ઉપયોગ કર્યા. તે માણસે કહ્યું, “હવે આપણે રાહ જોઈએ અને જોઈએ કે એલિયા તેને વધસ્તંભથી નીચે ઉતારવા આવે છે કે કેમ.”