Mark 15:46 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યૂસફે શણનું વસ્ત્ર વેચાતું લીધું, મૃતદેહને ઉતારીને તેને શણના વસ્ત્રમાં વીંટાળ્યો અને ખડકમાં ખોદેલી એક કબરમાં દફનાવ્યો. અને તે કબર પર પથ્થર ગબડાવી મૂક્યોં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોસેફે અળસી રેસાનું કપડું ખરીદ્યું, શબ નીચે ઉતાર્યું અને તેને કપડામાં લપેટીને ખડકમાં કોરી કાઢેલી કબરમાં મૂકાયું. પછી તેણે કબરના પ્રવેશદ્વાર આગળ મોટો પથ્થર ગબડાવી મૂક્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે શણનું લૂગડું વેચાતું લીધું, ને તેમને ઉતારીને તેમને તે શણના લૂગડામાં વીંટાળ્યા, ને ખડકમાં ખોદેલી એક કબરમાં તેમને મૂક્યા; અને તે કબરના મોં આગળ એક પથ્થર ગબડાવી મૂકયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યૂસફે કેટલુંક શણનું કાપડ ખરીધ્યું. તેણે વધસ્તંભ પરથી મૃતદેહ ઉતાર્યો. અને તે મૃતદેહને શણના કાપડમાં વીંટાળ્યું. પછી યૂસફે શબને કબરમાં મૂક્યું. જે ખડકની દિવાલમાં ખોદી હતી. પછી યૂસફે તે કબરના પ્રવેશદ્ધારને એક મોટો પથ્થર ગબડાવી બંધ કરી દીધું.