Mark 16:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે અઠવાડિયાના પહેલા દિવસની સવારે ઈસુ પાછા ઊઠીને મગ્દલાની મરિયમ, જેનાંમાંથી તેમણે સાત દુષ્ટાત્માઓ કાઢ્યાં હતા, તેને તેઓ પ્રથમ દેખાયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મરણમાંથી સજીવન કરાયા પછી ઈસુએ રવિવારની વહેલી સવારે પ્રથમ માગદાલાની મિર્યામ, જેનામાંથી તેમણે સાત દુષ્ટાત્મા કાઢયા હતા, તેને દર્શન દીધું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અઠવાડિયાના પહેલા દિવસને પ્રભાતે તે પાછા ઊઠીને મગદલાની મરિયમ, જેનામાંથી તેમણે સાત દુષ્ટાત્મા કાઢ્યા હતા, તેને તે પહેલા દેખાયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસુ અઠવાડિયાના પ્રથમ દિવસે મૂએલામાંથી ઊઠ્યો. ઈસુએ પોતાની જાતે પ્રથમ મરિયમ મગ્દાલાને દર્શન આપ્યા. એક વખત ભૂતકાળમાં ઈસુએ મરિયમમાંથી સાત અશુદ્ધ આત્માઓને બહાર કાઢ્યા હતા.