Mark 2:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એમ થયું કે ઈસુ તેના ઘરમાં જમવા બેઠા અને ઘણાં જકાત ઉઘરાવનારાઓ તથા પાપીઓ ઈસુની અને તેમના શિષ્યોની સાથે બેઠા હતા, કેમ કે તેઓ ઘણાં હતા જે તેમની પાછળ ચાલ્યા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
થોડા સમય પછી ઈસુ લેવીના ઘરમાં જમવા બેઠા હતા. ઘણા બધા નાકાદારો અને સમાજમાં બહિષ્કૃત થયેલાઓ ઈસુ પાછળ ગયા હતા, અને તેમાંના ઘણા તો તેમની અને તેમના શિષ્યોની સાથે જમવા પણ બેઠા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એમ થયું કે તે તેના ઘરમાં જમવા બેઠા હતા, ને ઘણા દાણીઓ તથા પાપીઓ ઈસુ તથા તેમના શિષ્યોની સાથે બેઠા હતા, કેમ કે તેઓ ઘણા હતા, ને તેમની પાછળ ચાલતા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે દિવસે મોડેથી ઈસુએ લેવીને ઘેર ભોજન કર્યુ. ત્યાં ઘણા જકાતદારો હતા. અને બીજા ખરાબ લોકો ત્યાં ઈસુ અને તેના શિષ્યો સાથે ભોજન કરતા હતા. ત્યાં આ લોકોમાંના ઘણા હતા જેઓ ઈસુને અનુસર્યા હતા.