Mark 2:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ તેમને જકાત ઉઘરાવનારાઓની તથા પાપીઓની સાથે જમતા જોઈને તેમના શિષ્યોને કહ્યું કે, 'ઈસુ તો દાણીઓની તથા પાપીઓની સાથે ખાય છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નિયમશાસ્ત્રના કેટલાક શિક્ષકો જેઓ ફરોશી હતા, તેમણે જોયું કે ઈસુ એ બહિષ્કૃત માણસો અને નાકાદારો સાથે જમે છે; તેથી તેમણે તેમના શિષ્યોને પૂછયું, “તે આવા લોકો સાથે કેમ જમે છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ તેમને દાણીઓની તથા પાપીઓની સાથે જમતા જોઈને તેમના શિષ્યોને કહ્યું, “તે તો દાણીઓની તથા પાપીઓની સાથે ખાય છે ને પીએ છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શાસ્ત્રીઓએ (તેઓ ફરોશીઓ હતા) ઈસુને જકાતદારો અને બીજા ખરાબ લોકો સાથે ભોજન કરતાં જોયો. તેઓએ ઈસુના શિષ્યોને પૂછયું, “શા માટે તે (ઈસુ) જકાતદારો અને પાપીઓ સાથે ખાય છે?”