Mark 2:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈસુ તે સાંભળીને તેઓને કહે છે કે, 'જેઓ સાજાં છે તેઓને વૈદની જરૂર નથી; પણ જેઓ બીમાર છે, તેઓને છે. ન્યાયીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા હું આવ્યો છું.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈસુએ એ સાંભળીને જવાબ આપ્યો, “જેઓ તંદુરસ્ત છે તેમને વૈદની જરૂર નથી; પણ ફક્ત જેઓ બીમાર છે તેમને જ છે. હું નેકીવાન ગણાતા લોકોને નહિ, પણ સમાજમાંથી બહિષ્કૃત થયેલાઓને આમંત્રણ આપવા આવ્યો છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઈસુ એ સાંભળીને તેઓને કહે છે, “જેઓ સાજા છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ માંદા છે તેઓને છે: હું ન્યાયીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસુએ આ સાંભળ્યું અને તેણે તેઓને કહ્યું, “તંદુરસ્ત માણસોને વૈદની જરૂર પડતી નથી. પણ માંદા માણસોને વૈદની જરુંર પડે છે. હું સજ્જન લોકોને નિમંત્રણ આપવા આવ્યો નથી, હું પાપીઓને નિમંત્રણ આપવા આવ્યો છું.”