Mark 2:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી; જો ભરે તો નવો દ્રાક્ષારસ મશકોને ફાડી નાખે છે અને દ્રાક્ષારસ તથા મશકો એ બન્નેનો નાશ થાય છે; પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવામાં આવે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેવી જ રીતે વપરાયેલી ચામડાની મશકોમાં કોઈ નવો દારૂ ભરતું નથી. જો એમ કરે, તો દારૂ મશકોને ફાડી નાખે, અને એમ દારૂ અને મશકો બન્‍નેનો નાશ થાય. ના, ના, નવા દારૂ માટે તો નવી જ મશકો જોઈએ!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી! જો ભરે તો નવો દ્રાક્ષારસ મશકોને ફાડી નાખે છે, ને દ્રાક્ષારસ તથા મશકો એ બન્‍નેનો નાશ થાય છે; પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં [ભરવામાં આવે છે].”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને લોકો કદાપિ નવો દ્રાક્ષારસ જુના દ્રાક્ષારસની મશકમાં રેડતાં નથી. શા માટે? કારણ કે નવો દ્રાક્ષારસ, જૂના દ્રાક્ષારસની મશકને ફાડી નાખશે અને દ્રાક્ષારસ દ્રાક્ષારસની મશકો નાશ પામશે. લોકો હંમેશા નવો દ્રાક્ષારસ નવા દ્રાક્ષારસની મશકમાં ભરે છે.”