Mark 2:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ભીડને કારણે તેઓ તેમની નજદીક તેને લાવી ન શક્યા, ત્યારે જ્યાં તે હતા ત્યાંનું છાપરું તેઓએ ખોલ્યું અને તે તોડીને જે ખાટલા પર તે લકવાગ્રસ્ત માણસ સૂતો હતો તેને ઉતાર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ લોકોની ભીડને કારણે તેઓ તેને ઈસુની પાસે લઈ જઈ શક્યા નહિ. તેથી ઈસુ જ્યાં હતા, બરાબર તે જ ઠેકાણે તેમણે છાપરું ઉકેલી નાખ્યું. છાપરું ખુલ્લું થયા પછી તેમણે તેને તેની પથારી સાથે જ ઉતાર્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ભીડને લીધે તેઓ તેમની પાસે આવી ન શક્યા, એટલે જ્યાં તે હતા ત્યાંનું છાપરું તેઓએ ઉકેલ્યું, ને તે તોડીને જે ખાટલા પર પક્ષઘાતી સૂતો હતો તે તેઓએ ઉતાર્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ તેઓ તે માણસને ઈસુ પાસે લાવી શક્યા નહિ કારણ કે ઘર લોકોથી ભરેલું હતુ. તેથી તે માણસો ઈસુ જ્યાં હતો તે છાપરાં પર ગયા અને છાપરામાં બકોરું પાડ્યું પછી તેઓએ પક્ષઘાતી માણસ જે ખાટલામાં પડેલો હતો તે ખાટલો નીચે ઉતાર્યો.