Mark 3:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બળવાનના ઘરમાં પેસીને જો કોઈ પહેલાં તે બળવાનને ન બાંધે તો તે તેનો સામાન લૂંટી શકતો નથી; પણ તેને બાંધ્યા પછી તે તેને લૂંટી શકશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“બળવાન માણસને પ્રથમ બાંયા વિના તેના ઘરમાં જઈને કોઈ તેની માલમિલક્ત લૂંટી શકતું નથી. તેને બાંયા પછી જ તેનું ઘર લૂંટી શકાય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બળવાનના ઘરમાં પેસી જઈને જો કોઈ તે બળવાનને પહેલાં ન બાંધે તો તે તેનો સરસામાન લૂંટી શક્તો નથી! [પણ તેને બાંધ્યા] પછી તે તેનું લૂંટી લેશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જો કોઈ વ્યક્તિની ઈચ્છા બળવાન માણસના ઘરમાં પ્રવેશવાની અને તેના ઘરમાંથી તેની વસ્તુઓની ચોરી કરવાની હોય તો તે વ્યક્તિએ પહેલાં બળવાન માણસને બાંધવો જોઈએ, પછીથી તે વ્યક્તિ ઘરમાંથી વસ્તુઓ ચોરી શકશે.