Mark 3:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓના હૃદયની કઠોરતાને લીધે તે દિલગીર થઈને ગુસ્સાસહિત ચોતરફ તેઓને જોઈને તે માણસને કહ્યું કે, 'તારો હાથ લાંબો કર.' તેણે તે લાંબો કર્યો; અને તેનો હાથ સાજો થયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈસુએ તેમના તરફ ગુસ્સાભરી નજર ફેરવી; અને તેઓ હઠીલા અને કઠોર હોવાથી તેમને દુ:ખ થયું. પછી પેલા માણસને કહ્યું, “તારો હાથ લાંબો કર.” તેણે પોતાનો હાથ લાંબો કર્યો એટલે તે પહેલાંના જેવો સાજો થઈ ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓનાં હ્રદયની કઠણતાને લીધે તે દુ:ખી થઈને ગુસ્સાસહિત ચોતરફ તેઓ તરફ જોઈને તે માણસને કહે છે, “તારો હાથ લાંબો કર.” અને તેણે તે લાંબો કર્યો; ને તેનો હાથ સાજો થયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસુએ લોકો તરફ જોયું. તે ગુસ્સામાં હતો પણ તેને ઘણું દુ:ખ થયું. કારણ કે તેઓ કઠણ હૃદયના હતા. ઈસુએ તે માણસને કહ્યું, “મને તારો હાથ જોવા દે.” તે માણસે તેનો હાથ ઈસુ આગળ લંબાવ્યો. અને તે સાજો થઈ ગયો.