Mark 4:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એ માટે કે તેઓ જોતાં જુએ, પણ જાણે નહિ; અને સાંભળતાં સાંભળે, પણ સમજે નહિ; એમ ન થાય કે તેઓ ફરે અને તેઓને પાપની માફી મળે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જેથી “તેઓ જોયા જ કરે, છતાં સૂઝે જ નહિ, તેઓ સાંભળ્યા જ કરે, છતાં સમજી શકે નહિ, કદાચ તેઓ ઈશ્વર તરફ પાછા ફરે, અને તેમનાં પાપોની ક્ષમા પામે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માટે કે તેઓ જોતાં જુએ, પણ જાણે નહિ; અને સાંભળતાં સાંભળે, પણ સમજે નહિ! રખેને તેઓ ફરે, ને તેઓને [પાપની] માફી મળે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું આ કરું છું તેથી, ‘તેઓ જોશે અને જોયા કરશે પરંતુ કદાપિ જોઈ શકશે નહિ; તેઓ સાંભળશે અને સાંભળ્યાં કરશે, પણ કદાપિ સમજશે નહિ. જો તેઓએ જોયું હોય અને સમજ્યા હોય તો, તેઓ પસ્તાવો કરે, ને તેઓને (પાપની) માફી મળે.’ ”