Mark 4:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમણે તેઓને કહ્યું કે, 'તમે જે સાંભળો છો તે પર ધ્યાન રાખો. જે માપથી તમે માપો છો તેનાથી જ તમને માપી અપાશે; અને તમને વધતું અપાશે;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, તેમણે તેમને કહ્યું, “તમે જે સાંભળો છો તે વિષે સાવધ રહો. તમે બીજાઓનો ન્યાય જે ધારાધોરણ પ્રમાણે કરો છો, તે જ ધારાધોરણ પ્રમાણે અને વધુ કડકાઈથી ઈશ્વર તમારો ન્યાય કરશે. જે માણસ પાસે કંઈક છે તેને વધારે આપવામાં આવશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેમણે તેઓને કહ્યું, “તમે શું સાંભળો છો તે વિષે સાવધાન રહો. જે માપથી તમે માપો છો તેથી જ તમને પાછું માપી અપાશે; અને તમને વધતું અપાશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે જે સાંભળો તે વિષે કાળજીપૂર્વક વિચારો. તમે જે માપથી આપશો તે માપથી દેવ તમને આપશે. પણ દેવ તમને, તમે જેટલું આપશો તેનાથી વધુ આપશે.