Mark 5:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ ઈસુએ તેને આવવા ન દીધો; પણ તેને કહ્યું કે, 'તારે ઘરે તારાં લોકોની પાસે જા, અને પ્રભુએ તારે સારુ કેટલું બધું કર્યું છે અને તારા પર દયા રાખી છે, તેની ખબર તેઓને આપ.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ ઈસુએ તેને મના કરી, અને એને બદલે તેને કહ્યું, “તારે ઘેર જા અને પ્રભુએ તારે માટે કેટલું બધું કર્યું છે, અને તારા પર દયા દર્શાવી છે તે તારા કુટુંબીજનોને જણાવ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ ઈસુએ તેને આવવા ન દીધો, પણ તેને કહે છે, “તારે ઘેર તારાં સગાંઓની પાસે જા ને પ્રભુએ તારે માટે કેટલું બધું કર્યું છે, ને તારા પર દયા‍ રાખી તેની ખબર તેઓને આપ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ ઈસુએ તે માણસને સાથે આવવાની ના પાડી. ઈસુએ કહ્યું, “તારે ઘેર તારા સગાંઓ પાસે જા, પ્રભુએ તારા માટે જે બધું કર્યું તે વિષે તેઓને કહે. તેમને જણાવ કે પ્રભુ તારા માટે દયાળુ હતો.”