Mark 6:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હેરોદ રાજાએ તે વિષે સાંભળ્યું, કેમ કે તેમનું નામ પ્રસિદ્ધ થયું હતું અને તેઓ કહેતાં હતા કે 'યોહાન બાપ્તિસ્મા કરનાર મૃત્યુમાંથી ઊઠ્યો છે અને તેનાથી આવાં પરાક્રમી કામો કરાય છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હવે હેરોદ રાજાએ આ બધી વાત સાંભળી; કારણ, ઈસુની કીર્તિ સર્વત્ર ફેલાઈ ગઈ હતી. કેટલાક લોકો કહેતા હતા, “બાપ્તિસ્મા કરનાર યોહાન મરેલાંઓમાંથી સજીવન થયો છે. તેથી જ તેનામાં આ બધું સામર્થ્ય કાર્ય કરી રહેલું છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને હેરોદ રાજાએ તેમના વિષે સાંભળ્યું (કારણ, તેનું નામ પ્રસિદ્ધ થયું હતું); અને તેણે કહ્યું, “યોહાન બાપ્તિસ્ત મૂએલાંમાંથી ઊઠ્યો છે, ને તેથી આવાં પરાક્રમી કામો તેનાંથી થાય છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હેરોદ રાજાએ ઈસુ વિષે સાંભળ્યું, કારણ કે હવે ઈસુ પ્રખ્યાત થઈ ગયો હતો. કેટલાક લોકોએ કહ્યું, “તે (ઈસુ) બાપ્તિસ્મા કરનાર યોહાન જ છે. તે મૃત્યુમાંથી ઊઠ્યો છે. તેથી તે આવાં પરાક્રમો કરી શકે છે.”