Mark 6:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે સમયે હેરોદિયાની દીકરી અંદર આવીને નાચી. જેથી હેરોદ તથા તેની સાથે જમવા બેઠેલાઓ ખુશ થયા; અને રાજાએ છોકરીને કહ્યું કે, 'તું જે ચાહે તે મારી પાસે માગ અને હું તને તે આપીશ.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હેરોદિયાસની પુત્રીએ આવીને નૃત્ય કર્યું, અને હેરોદ તથા આમંત્રિત મહેમાનોને ખુશ કરી દીધા. તેથી રાજાએ છોકરીને પૂછયું, “તારે શું જોઈએ છે? તું જે કંઈ માગીશ, તે હું તને આપીશ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે જ હેરોદિયાની દીકરી અંદર આવીને નાચી, ને તેથી હેરોદ તથા તેની સાથે જમવા બેઠેલાઓ ખુશ થયા; અને રાજાએ છોકરીને કહ્યું, “જે કંઈ તું ચાહે તે મારી પાસે માગ, ને હું તને તે આપીશ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હેરોદિયાની પુત્રી મિજબાનીમાં આવી અને નાચી. જ્યારે તે નાચી ત્યારે હેરોદ અને તેની સાથે જમતા લોકો ઘણા પ્રસન્ન થયા. તેથી હેરોદે તે છોકરીને કહ્યું, “તારે જે જોઈએ તે તું માંગી શકે છે અને હું તને તે આપીશ.”