Mark 6:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું તે સુથાર નથી? શું એ મરિયમનો દીકરો નથી? યાકૂબ, યુસફ, યહૂદા તથા સિમોનનો ભાઈ નથી? શું એની બહેનો અહીં આપણી પાસે નથી?' અને તેઓએ ઈસુને ઓળખવાની મના કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શું એ તો સુથાર, મિર્યામનો પુત્ર તથા યાકોબ, યોસે, યહૂદા અને સિમોનનો ભાઈ નથી? શું તેની બહેનો અહીં રહેતી નથી?” એમ તેમણે તેમનો ઇનકાર કર્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું એ સુથાર નથી? શું એ મરિયમનો દીકરો, યાકૂબ તથા યોસે તથા યહૂદા તથા સિમોનનો ભાઈ નથી? શું એમની બહેનો અહીં આપણી પાસે નથી? અને તેઓએ તેમના સંબંધી ઠોકર ખાધી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે તો ફક્ત એક સુથાર છે. અને તેની મા મરિયમ છે. તે યાકૂબ, યોસે, યહૂદા અને સિમોનનો ભાઈ છે અને તેની બહેનો અહીં આપણી સાથે છે.” તે લોકોએ ઈસુનો સ્વીકાર કર્યો નહિ.