Mark 6:37 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ તેમણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, 'તમે તેઓને ખાવાનું આપો.' તેઓ તેને કહે છે કે, 'શું અમે જઈને બસો દીનારની રોટલીઓ લઈને તેઓને ખવડાવીએ?'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈસુએ જવાબ આપ્યો, “તમે પોતે જ તેમને ખાવાનું આપો.” તેમણે તેમને કહ્યું, “શું તમારી ઇચ્છા એવી છે કે અમે બસો દીનારની રોટલી લાવીને તેમને ખવડાવીએ?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ તેમણે તેઓને ઉત્તર આપ્યો, “તમે તેઓને ખાવાનું આપો.” અને તેઓ તેમને કહે છે, “શું અમે જઈને બસો દીનારની રોટલીઓ લઈને તેઓને ખવડાવીએ?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ ઈસુએ જવાબ આપ્યો, “તમે તેઓને થોડું ખાવાનું આપો.” તે શિષ્યોએ ઈસુને કહ્યું, “આપણે આ બધા લોકોને ખવડાવવા માટે પૂરતી રોટલીઓ ખરીદી શકીએ તેમ નથી! આપણે બધાને તેટલી રોટલીઓ ખરીદવા માટે એક મહીના સુધી કામ કરીને પૂરતું કમાવું પડે.”