Mark 6:45 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તત્કાળ તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવીને હોડીમાં બેસાડ્યા, અને પોતે લોકોને વિદાય કરે એટલામાં તેઓને પોતાની આગળ પેલે પાર બેથસાઈદામાં મોકલ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈસુએ તરત જ પોતાના શિષ્યોને હોડીમાં આગ્રહ કરી બેસાડયા અને પોતાની અગાઉ સરોવરને સામે કિનારે બેથસૈદા મોકલ્યા; જ્યારે પોતે જનસમુદાયને વિદાય આપી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તત્કાળ તેમણે પોતાના શિષ્યોને આગ્રહ કરીને હોડીમાં બેસાડ્યા, ને પોતે લોકોને વિદાય કરે એટલામાં તેમણે તેઓને પોતાની આગળ પેલે પાર બેથસાઈદા મોકલ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી ઈસુએ શિષ્યોને હોડીમાં બેસવા માટે કહ્યું. ઈસુએ તેમને બેથસૈદાની પેલે પાર સરોવરની બીજી બાજુએ જવા માટે કહ્યું. ઈસુએ કહ્યું કે તે પાછળથી આવશે, ઈસુએ લોકોને તેમના ઘર તરફ જવાનું કહ્યું.