Mark 7:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ તમે કહો છો કે, જો કોઈ માણસ પોતાનાં માતાપિતાને કહે કે, મારાથી તમને જે કંઈ લાભ થાત તે તો કુરબાન, એટલે ઈશ્વરને દાન તરીકે અર્પિત કરેલું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ તમે એવું શીખવો છો કે જો કોઈ માણસ પાસે પોતાનાં માતાપિતાને મદદ કરવા માટે કંઈ હોય, પણ તે કહે, ‘આ તો કુરબાન છે’ એટલે કે ઈશ્વરને અર્પિત થઈ ગયેલું છે,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ તમે કહો છો, ‘જો કોઈ માણસ પોતાના પિતાને કે માને કહે કે, મારાથી તને જે કંઈ લાભ થાત તે કુરબાન, એટલે અર્પિતદાન, થયેલું છે;’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ તમે ઉપદેશ આપો છો કે વ્યક્તિ તેના પિતા અને માને કહી શકે, ‘મારી પાસે થોડુંક છે. હું તમને મદદ કરવા માટે તેનો ઉપયોગ કરી શકુ. પણ હું તમને મદદ કરવા માટે તેનો ઉપયોગ નહિ કરું. હું તે દેવને અર્પણ કરીશ.’