Mark 7:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બજારમાંથી આવીને નાહ્યા વિના તેઓ જમતા નહોતા; અને વાટકા, ગાગરો, તાંબાનાં વાસણ ધોવા અને બીજી ઘણી ક્રિયાઓ પાળવાને તેઓએ સ્વીકાર્યું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમ જ બજારમાંથી જે કંઈ લાવે તેના પર પ્રથમ છંટકાવ કર્યા વિના ખાતા નથી. વળી, પ્યાલા, લોટા, તાંબાના વાટકા અને પથારીઓ ધોવાની યોગ્ય રીતો જેવા અગાઉથી ઊતરી આવેલા બીજા ઘણા નિયમો તેઓ પાળે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ચૌટેથી આવીને નાહ્યા વિના તેઓ ખાતા નથી; અને વાટકા તથા ગાગરો તથા તાંબાનાં વાસણ તથા ખાટલાઓને ધોવા ઇત્યાદિ બીજી ઘણી ક્રિયાઓ પાળવાને તેઓએ સ્વીકાર્યું હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને જ્યારે યહૂદીઓ બજારમાંથી કઈક ખરીદે છે. ત્યારે તેઓ તેને ખાસ રીતે ધુએ નહિ ત્યાં સુધી તેઓ કદી ખાતા નથી. તેઓ તેમની અગાઉ જે રહેતા હતા તે લોકોના બીજા નિયમોને પણ અનુસર્યા. તેઓ પ્યાલાઓ, ઘડાઓ અને ગાગરો ધોવા જેવા નિયમોને પણ અનુસરે છે.