Mark 7:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી ફરોશીઓ તથા શાસ્ત્રીઓ તેમને પૂછે છે કે, 'તમારા શિષ્યો વડીલોના રિવાજો પ્રમાણે ન ચાલતાં અશુદ્ધ હાથે રોટલી કેમ ખાય છે?'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી ફરોશીઓએ અને નિયમશાસ્ત્રના શિક્ષકોએ ઈસુને પૂછયું, “તમારા શિષ્યો પૂર્વજો પાસેથી ઊતરી આવેલા રીતરિવાજને ન અનુસરતાં અશુદ્ધ હાથે કેમ ખાય છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી ફરોશીઓ તથા શાસ્‍ત્રીઓએ તેમને પૂછ્યું, “તમારા શિષ્યો વડીલોના સંપ્રદાય પ્રમાણે ન ચાલતાં અણધોયેલે હાથે રોટલી કેમ ખાય છે?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ફરોશીઓ અને શાસ્ત્રીઓએ ઈસુને કહ્યું, “તારા શિષ્યો અમારા મહાન લોકો જે અમારી અગાઉ જીવી ગયા તેઓએ અમને આપેલા નિયમોને અનુસરતા નથી. તારા શિષ્યો જે હાથો ચોખ્ખા નથી તેના વડે તેમનું ખાવાનું ખાય છે. તેઓ આમ શા માટે કરે છે?”