Mark 8:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈસુએ લોકોને જમીન પર બેસવાનો આદેશ આપ્યો; અને સાત રોટલીઓ લઈને તેમણે સ્તુતિ કરીને ભાંગી અને વહેંચવા સારુ પોતાના શિષ્યોને આપી; અને તેઓએ તે લોકોને પીરસી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે લોકોને જમીન પર બેસી જવા આજ્ઞા કરી. પછી તેમણે સાત રોટલી લીધી, ઈશ્વરનો આભાર માન્યો, અને ભાંગીને પીરસવા માટે પોતાના શિષ્યોને આપી; અને શિષ્યોએ લોકોને તે પીરસી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ને તેમણે લોકોને જમીન પર બેસવાનો હુકમ આપ્યો. અને સાત રોટલી લઈને તેમણે સ્તુતિ કરીને ભાંગી, ને પીરસવા માટે પોતાના શિષ્યોને આપી. અને તેઓએ લોકોને પીરસી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસુએ લોકોને જમીન પર બેસવા કહ્યું, પછી ઈસુએ સાત રોટલીઓ લીધી અને દેવની સ્તુતિ કરી. ઈસુએ રોટલીના ભાગ કર્યા અને તેના શિષ્યોને તે ટુકડાઓ આપ્યા. ઈસુએ તે શિષ્યોને લોકોને રોટલી આપવા કહ્યું. શિષ્યોએ તેનું માન્યુ.