Mark 9:38 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યોહાને ઈસુને કહ્યું કે, 'ઉપદેશક, અમે એક જણને તમારે નામે દુષ્ટાત્માઓને કાઢતો જોયો અને અમે તેને મના કરી, કારણ કે તે આપણામાંનો નથી.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોહાને તેમને કહ્યું, “ગુરુજી, અમે એક માણસને તમારે નામે દુષ્ટાત્માઓ કાઢતાં જોયો; પણ તે આપણા પક્ષનો નહિ હોવાથી અમે તેને તેમ કરતાં અટકાવ્યો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યોહાને તેમને કહ્યું, “ઉપદેશક, અમે કોઈ એકને તમારે નામે દુષ્ટાત્મા કાઢતાં જોયો, અને અમે તેને મના કરી, કારણ કે તે આપણી સાથે ચાલતો નથી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી ઈસુએ કહ્યું, “ઉપદેશક, અમે તારા નામનો ઉપયોગ કરીને એક વ્યક્તિને ભૂતને બહાર કાઢતાં દીઠો. તે આપણા જૂથનો ન હતો. તેથી અમે તેને તે બંધ કરવા કહ્યું.”