Matthew 11:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માણસનો દીકરો ખાતોપીતો આવ્યો, તો તેઓ કહે છે કે, 'જુઓ, ખાઉધરો અને દારૂબાજ માણસ, જકાત ઉઘરાવનારનો તથા પાપીઓનો મિત્ર! પણ જ્ઞાન પોતાનાં કૃત્યોથી યથાર્થ ઠરે છે.'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યારે માનવપુત્ર આવ્યો, ત્યારે તેણે ખાધું તથા પીધું અને બધાએ તેને વિષે કહ્યું, ’આ માણસ તરફ જુઓ. તે તો ખાઉધરો અને દારૂડિયો છે! નાકાદારો અને સમાજમાંથી બહિકૃત થયેલાઓનો મિત્ર છે!’ ઈશ્વરનું જ્ઞાન સાચું છે તે પરિણામથી પરખાય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માણસનો દીકરો ખાતોપીતો આવ્યો, તો તેઓ કહે છે, ‘જુઓ, ખાઉધરો ને દારૂબાજ માણસ, દાણીઓનો તથા પાપીઓનો મિત્ર! પણ જ્ઞાન પોતાનાં કૃત્યોથી યથાર્થ ઠરે છે.’”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
માણસનો દીકરો જે આવ્યો છે તે બીજાઓની જેમ ખાય છે. પીએ છે, ‘એના તરફ તો જુઓ! તે કેટલું બધું ખાય છે અને કેટલું બધું પીવે છે, ઉપરાંત કર ઉઘરાવનાર અને પાપીઓનો મિત્ર છે.’ પરંતુ તેનું શાણપણ પોતાના કાર્યોના પરિણામથી ન્યાયી પુરવાર થાય છે.”