Matthew 14:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે ઈસુએ સાંભળીને ત્યાંથી હોડીમાં એકાંત જગ્યાએ ગયા, લોકો તે સાંભળીને નગરોમાંથી પગરસ્તે તેમની પાછળ ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ સમાચાર જાણ્યા પછી ઈસુ હોડીમાં બેસીને ત્યાંથી એકલા એકાંત સ્થળે ચાલ્યા ગયા. લોકોને તેની ખબર પડી એટલે નગરોમાંથી તેમની પાછળ જમીન માર્ગે પહોંચી ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ સાંભળીને ઈસુ ત્યાંથી હોડીમાં ઉજ્જડ જગાએ એકાંતમાં ચાલ્યા ગયા. અને લોકો તે સાંભળીને નગરોમાંથી પગરસ્તે તેમની પાછળ ગયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસુએ જ્યારે યોહાન વિષે જાણ્યું ત્યારે તે હોડીમાં એકલો એકાંત સ્થળે ચાલ્યો ગયો. લોકોએ જ્યારે જાણ્યું કે ઈસુ ચાલ્યો ગયો છે, તો લોકસમુદાય પોતાના ગામ છોડી તેની પાછળ પાછળ ચાલતો ગયો.