Matthew 14:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સાંજ પડી ત્યારે તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે, "આ જગ્યા ઉજ્જડ છે, હવે સમય થઈ ગયો છે, માટે લોકોને વિદાય કરો કે તેઓ આસપાસનાં પ્રદેશમાં તથા ગામોમાં જઈને પોતાને સારુ ખાવાનું વેચાતું લે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે સાંજે તેમના શિષ્યોએ તેમને કહ્યું, બહુ મોડું થઈ ગયું છે અને આ તો વડો છે. લોકોને વિદાય કરો કે તેઓ નજીકનાં ગામડાંઓમાં જાય અને પોતાને માટે ખોરાક ખરીદે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સાંજ પડી ત્યારે તેમના શિષ્યો તેમની પાસે આવીને કહે છે, “આ સ્થળ ઉજ્જડ છે, ને હવે વખત થઈ ગયો છે. માટે લોકોને વિદાય કરો કે જેથી તેઓ ગામોમાં જઈને પોતાને માટે ખાવાનું વેચાતું લે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બપોર પછી તેના શિષ્યો તેની પાસે આવ્યા અને કહ્યુ, “આ સુમસાન જગ્યા છે. હવે ખૂબ મોડું થઈ ગયું છે તો લોકોને મોકલો કે જેથી તેઓ ગામડાઓમાં જાય અને તેમના માટે થોડું ખાવાનું ખરીદે.”