Matthew 15:32 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું કે, 'આ લોકો પર મને અનુકંપા આવે છે, કેમ કે ત્રણ દિવસથી તેઓ મારી સાથે રહ્યા છે, તેઓની પાસે કંઈ ખાવા માટે નથી. તેઓને ભૂખ્યા વિદાય કરવાનું હું ઇચ્છતો નથી, એમ ન થાય કે તેઓ રસ્તામાં બેહોશ થઈ જાય.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું, આ લોકો પર મને દયા આવે છે. કારણ, તેઓ ત્રણ દિવસથી મારી સાથે છે અને તેમની પાસે કંઈ ખોરાક નથી. મારે તેમને ભૂખ્યા વિદાય કરવા નથી. કારણ, કદાચ તેઓ રસ્તામાં નિર્ગત થઈ જાય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું, “આ લોકો પર મને દયા આવે છે, કેમ કે આજે ત્રણ દિવસ થયા તેઓ મારી સાથે રહ્યા છે, ને તેઓની પાસે કંઈ ખાવાનું નથી, ને તેઓને ભૂખ્યાં વિદાય કરવાને હું નથી ચાહતો, રખેને વાટમાં તેઓ થાકી જાય.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી ઈસુએ તેના શિષ્યોને પાસે બોલાવ્યા અને કહ્યું, “આ લોકો પર મને દયા આવે છે કારણ કે તેઓ ત્રણ દિવસથી સતત મારી સાથે છે. હવે એમની પાસે કંઈજ ખાવાનું નથી. હું તેમને ભૂખ્યા જવા દેવા માંગતો નથી, કદાચ રસ્તામાં તેઓ જતાં જતાં ભૂખથી બેભાન થઈ જાય.”