Matthew 17:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે તેઓ પહાડ પરથી ઊતરતા હતા, ત્યારે ઈસુએ તેઓને આજ્ઞા કરી કે, 'આ જે તમે જોયું તે માણસનો દીકરો મરણમાંથી પાછો સજીવન થાય ત્યાં સુધી કોઈને કહેશો નહિ.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ પર્વત પરથી નીચે ઊતરતા હતા, ત્યારે ઈસુએ તેમને આજ્ઞા કરી, માનવપુત્ર મરણમાંથી સજીવન ન થાય ત્યાં સુધી આ દર્શન વિષે કોઈને કહેશો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓ પહાડ પરથી ઊતરતા હતા, ત્યારે ઈસુએ તેઓને એવી આજ્ઞા કરી, “માણસનો દીકરો મૂએલાંમાંથી પાછો ઊઠે ત્યાં સુધી આ જે તમે જોયું તે કોઈને કહેતા ના.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસુ અને તેના શિષ્યો પર્વત પરથી નીચે ઉતરતા હતા, ત્યારે તેણે શિષ્યોને આજ્ઞા કરી, “તમે જે કાંઈ પર્વત પર જોયું તે વિષે કોઈપણ વ્યક્તિને વાત કરતાં નહિ, જ્યાં સુધી માણસનો દીકરો મરણમાંથી ઊઠે નહિ ત્યાં સુધી રાહ જુઓ. તેના પછી તમે જે કાંઈ દર્શન કર્યા છે તે વિષે વાત કરી શકશો.”