Matthew 18:28 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ તે જ ચાકરે બહાર જઈને પોતાના સાથી ચાકરોમાંના એકને જોયો કે, જે તેના સો દીનારનો દેવાદાર હતો, ત્યારે તેણે તેનું ગળું પકડીને કહ્યું કે, "તારું દેવું ચૂકવ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ માણસ બહાર જઈને તેના એક સાથી સેવકને મળ્યો. હવે તેની પાસે તે થોડા રૂપિયા માગતો હતો. તેણે તેને ગળેથી પકડયો ને મારવા લાગ્યો અને કહ્યું, ’મારા પૈસા આપી દે.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ તે જ ચાકરે બહાર જઈને પોતાના સાથી ચાકરોમાંના એકને જોયો, જે તેના સો દીનારનો દેવાદાર હતો, અને તેણે તેનું ગળું પકડીને કહ્યું, તારું દેવું વાળ.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પછી, તે સેવક છૂટો થયો પાછળથી તેને તેના સાથી સેવકોમાંના એકને દીઠો. તેની પાસે, તેનું નજીવું લેણું હતું તેણે જઈને તેનું ગળુ પકડ્યું અને કહ્યું, ‘તારી પાસે મારું જે કંઈ લેણું છે તે ચૂકવી દે!’