Matthew 18:34 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના માલિકે ગુસ્સે થઈને તેનું બધું દેવું ચૂકવે ત્યાં સુધી તેને પીડા આપનારાઓને સોંપ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રાજા તેના પર ઘણો ગુસ્સે થયો અને તે તેનું દેવું ભરે નહિ ત્યાં સુધી તેને રિબાવવા જેલમાં પુરાવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેના શેઠે ગુસ્સે થઈને તેનું બધું દેવું વાળે ત્યાં સુધી તેને પીડા આપનારાઓને સોંપ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેનો ધણી ખૂબજ ગુસ્સે થયો અને જ્યાં સુધી તે પૂરેપૂરૂ દેવું ભરપાઈ ન કરે ત્યાં સુધી તેને સખત કેદની સજા ફરમાવી.