Matthew 18:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે જો તારો હાથ અથવા પગ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે; તારા બે હાથ અથવા બે પગ છતાં તું અનંતઅગ્નિમાં નંખાય, તેના કરતાં હાથ અથવા પગે અપંગ થઈ જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો તમારો હાથ કે પગ તમને મારા પરના વિશ્વાસથી ડગાવી દે તો તેને કાપી નાખીને ફેંકી દો! બે હાથ ને બે પગ સાથે સાર્વકાલિક અગ્નિમાં બળ્યા કરવું તેના કરતાં એક હાથ અને એક પગ લઈને જીવનમાં પ્રવેશ કરવો તે વધારે સારું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે જો તારો હાથ અથવા તારા પગ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે; તારા બે હાથ અથવા બે પગ‌ છતાં તું અનંત અગ્નિમાં નંખાય, એ કરતાં લંગડો અથવા અપંગ થઈ જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“એટલે જો તારો હાથ કે પગ તને પાપ કરવા પ્રેરે તો તેને કાપીને ફેંકી દે. કારણ કે બંને હાથ અથવા બંને પગ સહિત અનંત અગ્નિમાં નંખાય તે કરતા અપંગ થઈને અનંતજીવન મેળવવું તે સારું છે.