Matthew 18:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો તારી આંખ તને ઠોકર ખવડાવે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે; બન્ને આંખ છતાં તું નરકાગ્નિમાં નંખાય, તેના કરતાં એક આંખ સાથે જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને જો તમારી આંખ તમને મારા પરના વિશ્વાસથી ડગાવી દે તો તેને કાઢીને ફેંકી દો. બંને આંખ સાથે નર્કના અગ્નિમાં જવું તેના કરતાં એક આંખ લઈને જીવનમાં પ્રવેશ કરવો તે વધારે સારું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જો તારી આંખ તને ઠોકર ખવડાવે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે. બન્‍ને આંખ છતાં તું નરકાગ્નિમાં નંખાય, એ કરતાં કાણો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો તારી આંખ પાપ કરવા પ્રેરે તો તેને કાઢીને ફેંકી દે કારણકે બંને આંખો સહિત તને નરકની આગમાં ફેંકી દેવામાં આવે તેના કરતાં એક આંખે અનંતજીવનમાં પ્રવેશ કરવો તે ઉત્તમ છે.