Matthew 19:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, 'હું તમને નિશ્ચે કહું છું કે ધનવાનને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશવું મુશ્કેલ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈસુએ શિષ્યોને કહ્યું, હું તમને સાચે જ કહું છું કે ઈશ્વરના રાજમાં પ્રવેશવું એ ધનવાનને માટે ખૂબ જ મુશ્કેલ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “હું તમને ખચીત કહું છું કે દ્રવ્યવાનને આકાશના રાજ્યમાં પેસવું કઠણ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “હું તમને સત્ય કહું છું, કે ધનવાનના માટે આકાશના રાજ્યમાં પ્રવેશ કરવો કઠિન છે.