Matthew 2:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓના પાછા ગયા પછી, પ્રભુના સ્વર્ગદૂતે સ્વપ્નમાં યૂસફને કહ્યું કે, 'ઊઠ, બાળક તથા તેની માને લઈને મિસરમાં નાસી જા. હું તને કહું ત્યાં સુધી ત્યાં જ રહેજે, કેમ કે બાળકને મારી નાખવા સારુ હેરોદ તેમની શોધ કરવાનો છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમના ગયા પછી પ્રભુના દૂતે યોસેફને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, ઊઠ, બાળક તથા તેની માતાને લઈને ઇજિપ્તમાં નાસી જા અને હું તને ન જણાવું ત્યાં સુધી ત્યાં જ રહેજે. કારણ, હેરોદ બાળકને મારી નાખવાનો લાગ શોધે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓના પાછા ગયા પછી જુઓ, પ્રભુના દૂતે સ્વપ્નમાં યૂસફને દર્શન આપીને કહ્યું, “ઊઠ, ને બાળક તથા તેની માને લઈને મિસરમાં નાસી જા, ને હું તને કહું ત્યાં સુધી ત્યાં જ રહે; કેમ કે બાળકને મારી નાખવા માટે હેરોદ તેની‍ શોધ કરવાનો છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્ઞાની માણસોના ગયા પછી, યૂસફને સ્વપ્નમાં પ્રભુનો દૂત દેખાયો. દૂતે કહ્યું કે, “ઊભો થા! બાળક અને તેની માને લઈને મિસરમા નાસી જા. હેરોદ બાળકની તપાસ શરૂ કરશે. તે તેને મારી નાખવા માગે છે. હું જ્યાં સુધી કહું કે બધું સલામત નથી, ત્યાં સુધી મિસરમાં જ રહેજે.”