Matthew 2:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને હેરોદના મરણ સુધી ત્યાં રહ્યો, એ માટે કે પ્રભુએ પ્રબોધક દ્વારા જે કહ્યું હતું તે પૂરું થાય કે, "મિસરમાંથી મેં મારા દીકરાને બોલાવ્યો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને હેરોદના મૃત્યુ સુધી તે ત્યાં રહ્યો. સંદેશવાહકની મારફતે પ્રભુએ જે કહ્યું હતું તે પૂર્ણ થાય માટે આમ બન્યું: મેં મારા પુત્રને ઇજિપ્તમાંથી બોલાવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને હેરોદના મૃત્યુ સુધી તે ત્યાં રહ્યો, એ માટે કે પ્રભુએ પ્રબોધકની મારફતે જે કહાવ્યું હતું તે પૂરું થાય કે, “મિસરમાંથી મેં મારા દીકરાને બોલાવ્યો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હેરોદ મરણ પામ્યો ત્યાં સુધી યૂસફ મિસરમાં રોકાયો. પ્રભુએ પ્રબોધક દ્વારા જણાવ્યું હતું તે સાચું પડે માટે આમ બન્યું, “મેં મારા પુત્રને મિસરમાંથી બહાર બોલાવી લીઘો.”