Matthew 2:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"રડવાનો તથા મોટા વિલાપનો પોકાર રામા પ્રદેશમાં સંભળાયો. એટલે રાહેલ પોતાનાં બાળકો માટે રડતી પણ દિલાસો પામવા ઇચ્છતી નહોતી, કેમ કે તેના સંતાન રહ્યાં ન હતા."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રામામાં રોકકળ અને વિલા પ સંભળાય છે. રાહેલ પોતાનાં બાળકો માટે રડે છે; તે આક્રંદ કરે છે અને દિલાસો પામવા માગતી નથી. કારણ, તે બધાં મરણ પામ્યાં છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“રડવાનો તથા મોટા વિલાપનો પોકાર રામામાં સંભળાયો. એટલે રાહેલ પોતાનાં બાળકો માટે રડતી, ને તે દિલાસો પામવાને નહોતી ચાહતી, કેમ કે તેઓ નથી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“રામામાં એક અવાજ સંભળાયો. તે કારમા રૂદનનો અને અત્યંત શોકયુક્ત હતો. રાહેલ તેના બાળકો માટે રૂદન કરી રહી છે; તે દિલાસો મેળવવાનો નકાર કરે છે, કારણ કે તેના બાળકો મરણ પામ્યા છે.”