Matthew 2:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે 'નાઝારી કહેવાશે,' એવું પ્રબોધકોનું કહેલું પૂરું થાય તે માટે નાસરેથ નામના નગરમાં આવીને રહ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને નાઝારેથ નામના નગરમાં જઈને રહેવા લાગ્યો. તે નાઝારી કહેવાશે, એવું સંદેશ- વાહકોએ જે કહ્યું હતું તે પૂર્ણ થાય માટે એમ બન્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે ‘નાઝારી કહેવાશે, ’ એવું પ્રબોધકોનું કહેલું પૂરું થાય તે માટે તે નાઝરેથ નામના નગરમાં જઈ રહ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યૂસફ નાસરેથ ગામમાં ગયો. આમ એટલા માટે થયું, જેથી પ્રબોધકોનું કહેલુ પૂણ થાય. દેવે કહ્યું કે ખ્રિસ્ત નાઝારી કહેવાશે.