Matthew 20:30 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જુઓ, બે અંધજનો રસ્તાની બાજુએ બેઠા હતા, ઈસુ તેઓની પાસે થઈને જાય છે તે સાંભળીને તેઓએ ઊંચા અવાજે કહ્યું કે, 'ઓ પ્રભુ, દાઉદના દીકરા, અમારા પર દયા કરો.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બે અંધજનો માર્ગની બાજુએ બેઠેલા હતા. તેમણે સાંભળ્યું કે ઈસુ માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે. તેઓ બૂમો પાડવા લાગ્યા, ઓ પ્રભુ, દાવિદના પુત્ર, અમારા પર દયા કરો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જુઓ, બે આંધળા રસ્તાની બાજુએ બેઠેલા હતા, અને ઈસુ પાસે થઈને જાય છે તે સાંભળીને તેઓએ બૂમ પાડી, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, અમારા પર દયા કરો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રસ્તાની બાજુએ બે અંધજનો બેઠા હતા. એ રસ્તે થઈને ઈસુ પસાર થાય છે એવું સાંભળીને તેઓ જોરશોરથી બૂમો પાડવા લાગ્યા, “હે પ્રભુ, દાઉદના દીકરા અમારા પર દયા કર!”