Matthew 20:31 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ લોકોએ તેઓને ધમકાવીને ચૂપ રહેવા કહ્યું, પણ તેઓએ વધારે મોટેથી બૂમ પાડતાં કહ્યું કે, 'ઓ પ્રભુ, દાઉદના દીકરા, અમારા ઉપર દયા કરો.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લોકોએ તેમને ધમકાવ્યા, અને તેમને શાંત રહેવા કહ્યું, પણ તેમણે તો વધારે જોરથી બૂમો પાડવાનું ચાલુ રાખ્યું, ઓ પ્રભુ, દાવિદના પુત્ર, અમારા પર દયા કરો!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને લોકોએ તેઓને ધમકાવીને ક્હ્યું, છાના રહો. પણ તેઓએ વત્તી બૂમ પાડી, “ઓ પ્રભુ દાઉદના દીકરા, અમારા પર દયા કરો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લોકોએ તેઓને ધમકાવીને શાંત રહેવા કહ્યું છતાં તેઓ તો વધારે જોરથી બૂમો પાડતા હતા, “હે પ્રભુ, દાઉદના દીકરા, અમારા પર દયા કર!”