Matthew 20:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યાર પછી આશરે પાંચેક વાગ્યે પણ તેણે બહાર જઈને બીજાઓને કામ મળવાની રાહમાં ઊભેલા જોયા; તે માલિક તેઓને કહે છે કે, 'આખો દિવસ તમે કેમ અહીં કામ વગરનાં ઊભા રહો છો?'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સાંજે પાંચ વાગે તે ફરીથી ચોકમાં ગયો, તો ત્યાં કેટલાક હજી એવા હતા જેમને કામ મળ્યું ન હતું. તેણે તેમને પૂછયું, ’આખો દિવસ તમે નવરા કેમ ઊભા છો?’ તેમણે જવાબ આપ્યો,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને આશરે અગિયારમે કલાકે પણ તેણે બહાર જઈને બીજાઓને નવરા ઊભા રહેલા જોયા; ત્યારે તે તેઓને કહે છે, “આખો દિવસ તમે કેમ અહીં નવરા ઊભા રહ્યા છો?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી સાંજે પાંચે વાગે તે બજારમાં ફરીથી ગયો ત્યારે પણ કેટલાક માણસો ત્યાં ઊભા હતા, તેઓને જમીનદારે પૂછયું, ‘તમે આખો દિવસ કોઈપણ કામ વિના અહીં કેમ ઊભા રહ્યા છો?’