Matthew 21:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી ઈસુ ઈશ્વરના ભક્તિસ્થાનમાં ગયા, ત્યાં જેઓ વેચતા તથા ખરીદતા હતા, તે સર્વને તેમણે કાઢી મૂક્યા; અને નાણાવટીઓનાં બાજઠ, તથા કબૂતર વેચનારાઓનાં આસનો ઊંધા વાળ્યાં;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈસુ મંદિરમાં ગયા અને તેમણે ખરીદનારા તથા વેચનારા સૌને હાંકી કાઢયા. શરાફોના ગલ્લા અને કબૂતર વેચનારાઓનાં આસનોને ઉથલાવી પાડયાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી ઈસુ ઈશ્વના મંદિરમાં ગયા, ને મંદિરમાં જેઓ વેચતા તથા ખરીદતા હતા, તે સર્વને તેમણે કાઢી મૂક્યા, અને નાણાવટીઓનાં બાજઠ, તથા કબૂતર વેચનારાઓનાં આસનો તેમણે ઊંધાં વાળ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસુ મંદિરમાં ગયો અને જેઓ વેચાણ કરવાનો અને ખરીદવાનો ધંધો મંદિરમાં કરતા હતા તે બધાને હાંકી કાઢયા અને શરાફોના ગલ્લા અને કબૂતર વેચનારાઓના આસનો તેણે ઊંધા વાળ્યા.