Matthew 21:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી ભક્તિસ્થાનમાં આવીને ઈસુ બોધ કરતા હતા, એટલામાં મુખ્ય યાજકોએ તથા લોકોનાં વડીલોએ તેમની પાસે આવીને કહ્યું કે, 'તું કયા અધિકારથી એ કામો કરે છે? અને તે અધિકાર તને કોણે આપ્યો?'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈસુ મંદિરમાં પાછા આવ્યા. તે શિક્ષણ આપતા હતા, ત્યારે મુખ્ય યજ્ઞકારો અને યહૂદી આગેવાનો તેમની પાસે આવ્યા અને પૂછયું, કયા અધિકારથી તમે આ બધું કરો છો? તમને એ અધિકાર કોણે આપ્યો?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી મંદિરમાં આવીને તે બોધ કરતા હતા, એટલામાં મુખ્ય યાજકોએ તથા લોકોના વડીલોએ તેમની પાસે આવીને કહ્યું, “તું કયા અધિકારથી એ કામો કરે છે? અને એ અધિકાર તને કોણે આપ્યો?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસુ મંદિરમાં દાખલ થયો અને જ્યારે બોધ આપતો હતો ત્યારે પ્રમુખ યાજકો અને લોકોના વડીલોએ તેની પાસે જઈને પૂછયું, “કયા અધિકારથી તું આ બાબતો કરે છે? તને આવો અધિકાર કોણે આપ્યો?”