Matthew 21:28 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ તમે શું ધારો છો? એક વ્યક્તિને બે દીકરા હતા; તેણે પહેલાની પાસે આવીને કહ્યું કે, દીકરા, તું આજ દ્રાક્ષાવાડીમાં જઈને કામ કર.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે આ વિષે જરા વિચાર કરો: એક માણસ હતો. તેને બે પુત્રો હતા. તેણે મોટા પુત્રને કહ્યું, ’દીકરા, મારી દ્રાક્ષવાડીમાં જઈને આજે કામ કર.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ તમે શું ધારો છો? એક જણને બે દીકરા હતા, અને તેણે પહેલાની પાસે આવીને કહ્યું, ‘દીકરા, તું આજે દ્રાક્ષાવાડીમાં જઈને કામ કર.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“સારું, બતાવો, હું કહું છું તે બાબતમાં તમે શું માનો છો? એક વ્યક્તિને બે દીકરા હતા, પહેલા દીકરાની પાસે જઈને તેણે કહ્યું, ‘આજે તું મારી દ્રાક્ષની વાડીમાં કામ કરવા જા.’