Matthew 21:38 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ ખેડૂતોએ દીકરાને જોઈને પરસ્પર કહ્યું કે, એ તો વારસ છે, ચાલો, આપણે એને મારી નાખીએ અને તેનો વારસો લઈ લઈએ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ જ્યારે પેલા ખેડૂતોએ તેના પુત્રને જોયો ત્યારે એકબીજાને કહ્યું, ’આ તો વારસદાર છે. ચાલો, આપણે તેને મારી નાખીએ એટલે તેનો વારસો આપણને મળશે.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ ખેડૂતોએ દીકરાને જોઈને અંદરોઅંદર કહ્યું, ‘એ તો વારસ છે, ચાલો, આપણે એને મારી નાખીએ, ને એનો વારસો લઈ લઈએ.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પણ જ્યારે ખેડૂતોએ ઘણીના દીકરાને જોયો ત્યારે તેઓ અંદર અંદર તેમનામાં વાતો કરવા લાગ્યા કે, ‘આજ તે ઘણીનો દીકરો છે, વારસ છે આ ખેતર તેનું છે માટે જો આપણે તેને પણ મારી નાખીએ તો આ ખેતર આપણું થઈ જશે!’