Matthew 23:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઓ અંધજનોને દોરનારાઓ, તમને અફસોસ છે; તમે કહો છો કે, જો કોઈ ભક્તિસ્થાનના સમ ખાય, તો તેમાં કંઈ નહિ; પણ જો કોઈ ભક્તિસ્થાનના સોનાનાં સમ ખાય તો તેથી બંધાયેલો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઓ આંધળા માર્ગદર્શકો, તમારી કેવી દુર્દશા થશે! તમે શીખવો છો કે જો કોઈ મંદિરના સમ ખાય તો તે સમથી બંધાતો નથી, પણ જો તે મંદિરમાંના સોનાના સમ ખાય તો તે સમથી બંધાય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઓ આંધળા દોરનારાઓ, તમને અફસોસ છે! તમે કહો છો, ‘જો કોઈ મંદિરના સમ ખાય, તો તેમાં કંઈ નહિ; પણ જો કોઈ મંદિરના સોનાના સમ ખાય તો તેથી તે બંધાયેલો છે.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ઓ અંધ આગેવાનો તમારી કેવી દુર્દશા થશે? તમારો નિયમ છે કે ‘જો કોઈ પ્રભુ મંદિરના નામે સમ લે તો કાંઈ વાંધો નહિં, અને એ ના પાળે તો પણ ચાલે પણ મંદિરના સોનાના નામે સમ લે તો પછી તેણે તેના સમ પાળવા જોઈએ.’