Matthew 25:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેને બે તાલંત મળ્યા હતા, તેણે પણ પાસે આવીને કહ્યું કે, 'માલિક, તેં મને બે તાલંત સોંપ્યાં હતા; જો, હું તે ઉપરાંત બીજા બે તાલંત કમાયો છું.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાર પછી જે સેવકને બે હજાર સિક્કા આપવામાં આવ્યા હતા તે આવ્યો અને કહ્યું, ’સાહેબ, તમે મને બે હજાર સિક્કા આપ્યા હતા, પણ તેમાંથી મેં બીજા બે હજારનો નફો કર્યો છે.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જેને બે તાલંત મળ્યાં હતાં, તેણે પણ પાસે આવીને કહ્યું, ‘પ્રભુ તેં મને બે તાલંત સોંપ્યાં હતાં. જો હું તે ઉપરાંત બીજા બે તાલંત કમાયો છું’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પછી જેને બે થેલીઓ આપવામાં આવી હતી, તે ધણી પાસે આવ્યો અને નોકરે કહ્યું, ‘ધણી તેં મને બે થેલી ભરેલા પૈસા આપ્યા હતા, મેં આ બંને થેલીના પૈસાનો ઉપયોગ કર્યો છે અને હું બીજી બે થેલીઓ વધારે કમાયો છું.’